Saturday, 25 November 2023

રાષ્ટ્રીય દૂધ દિવસ


રાષ્ટ્રીય દૂધ દિવસ (26 નવેમ્બર 2023)


દર વર્ષે 26 નવેમ્બરને શ્વેત ક્રાંતિના જનક વર્ગીસ કુરિયનના જન્મદિવસની યાદમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેશનલ ડેરી વિકાસ બોર્ડના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 2021-22માં 1600 કરોડથી વધુ લિટર દૂધનું ઉત્પાદન થયું હતું. એટલે કે દરરોજ ગુજરાતમાં 4.5 કરોડ લિટર દૂધ ઉત્પાદિત થાય છે. આ મામલે ગુજરાતમાં દેશમાં ચોથા ક્રમે છે. જ્યારે રાજસ્થાન 3230 કરોડ લિટર ઉત્પાદન સાથે પ્રથમ છે.


ગુજરાતમાં બનાસકાંઠામાં જ રાજ્યનું 18 ટકા દૂધ ઉત્પાદન થાય છે. દેશમાં વાર્ષિક 22 હજાર કરોડ લિટરથી વધુ દૂધ ઉત્પાદન થાય છે. વિશ્વના 24% દૂધ ઉત્પાદન સાથે ભારત પહેલાં સ્થાને છે. પંદર વર્ષ પહેલાં 2007-08માં ગુજરાતમાં 768 કરોડ લિટર દૂધ ઉત્પાદન હતું, જે 2021-22માં 1623 કરોડ લિટરે પહોંચ્યુ છે. જ્યારે પંદર વર્ષ પહેલાં ભારતમાં દૂધ ઉત્પાદન 10 હજાર કરોડ લિટર હતું, જે 22 હજાર કરોડ લિટરને પાર થઇ ગયું છે.


ગુજરાતી ખેડૂતોને મળશે નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ  રાષ્ટ્રીય દૂધ દિવસના સંદર્ભે આજે ગુજરાતના બે ખેડૂતને ડેરી ક્ષેત્રમાં યોગદાન બદલ નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. બેસ્ટ ડેરી ખેડૂતની શ્રેણીમાં બીજા ક્રમે સુરતના નિલેશ આહીર અને ત્રીજા ક્રમે રહેલા વસલાડના મહિલા ખેડૂત બ્રિન્દા શાહને ડેરી મંત્રાલય દ્વારા એવોર્ડ એનાયત થશે. તેમને અનુક્રમે 3 લાખ અને 2 લાખ રૂપિયા કેશ પ્રાઇઝ મળશે. આ દિવસે પશુઓમાં આર્ટિફિશિયલ ઇન્સીમિનેશન (કૃત્રિમ ગર્ભાધાન) ટેકનિશિયનની શ્રેણીમાં પણ એવોર્ડ આપવામાં આવે છે.

No comments:

Post a Comment

વનસ્પતિમાં પ્રજનન